[Top-10]school prathana in gujarati || પ્રાર્થના|| -Examway
[Top-10]school prathana in Gujarati -Examway
By EXAMWAY/ latest 6 to 12 Gujarati medium textbook [GCERT/NCERT], rojgaar samachaar pdf, Desh Bhakti song in Gujarati
મિત્રો શાળા ની સાથે એક અનોખી આપણી લાગણીઓ બંધાયેલી હોય છે અને કાયમને માટે બંધાયેલી રહે છે અહીં અમે શાળાની પ્રાર્થનાઓનું સંકલન કરવાનો એક નાનકડો પ્રયાસ કર્યો છે તો તમે school prathana in Gujarati પૂરેપૂરું વાંચશો.
જો મિત્રો તમે સવારમાં વહેલા ઊઠીને કે સાંજના સમયે પ્રાર્થના કરો છો કે કરવા માંગો છો.તો તમારે પ્રાર્થના કરવા માટે ધૂન,ભજન,મંત્રો ની જરૂર પડે છે. તો આજે આપને પ્રાર્થના કરવા માટે એવી જરૂરી ધૂન, ભજન, મંત્રો વગેરે તમે નીચે વાંચી શકો અને PDF FILE સ્વરૂપે ડાઉનલોડ કરી શકો છો.
![]() |
| School prathana in Gujarati |
પ્રાર્થના એટલે શું?
મિત્રો આપણે જાણીએ છીએ તે રીતે પ્રાર્થના એ એક ધાર્મિક વિધિ છે.પ્રાર્થના એ માણસની શ્રેષ્ઠતાનું પ્રતિક છે. જે માણસ અને પરમાત્માનાં ઘનિષ્ઠ સંબંધો દર્શાવે છે. દરેક ધર્મમાં પ્રાર્થનાનું ખુબજ મહત્વ રહેલું છે. પ્રાર્થના દ્વારા જ પરમાત્માની સ્તુતિ કરવામાં આવે છે. પ્રાર્થના દ્વારા જ પરમાત્મામાં સુધી પહોંચી શકાય છે. પ્રાર્થનામાં એક અલૌકિક શક્તિ રહેલી છે. પ્રાર્થના એ એક માધ્યમ છે જેના દ્વારા આપણે આપણી વાતને ભગવાન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીએ છીએ. ભગવાનની પ્રાર્થના અને ઉપાસના એ આધ્યાત્મિકતા તરફનું પ્રથમ પગથિયું છે.
દરેક ધર્મના લોકો પ્રાર્થના કરેતા હોય છે, જેમ કે દરેક ધર્મની અંદર માનવામાં આવે છે કે, તેઓ અલગ અલગ રીતે પ્રાર્થના કરીને તેઓ તેમના પોતાના ભગવાનનો આભાર વ્યક્ત કરે છે. અને તેની ખુશી માટે ભગવાનને પ્રાર્થના પણ કરો.
માનવીના જીવનમાં પ્રાર્થનાનું મહત્વ.
માનવીના જીવનમાં પ્રાર્થનાનું ખુબજ મહત્વ રહેલું છે. જેમ આપણે આપણા શરીરને સ્વસ્થ રાખીએ છીએ તેમ મનને પણ સ્વસ્થ રાખવા માટે પ્રાર્થનાની જરૂર રહે છે.પ્રાર્થના કરવાથી માણસનાં મનને શાંતિ મળે છે અને આપણા જીવનને આધ્યાત્મિક બનાવે છે. પ્રાર્થના કરવાથી માણસને સકારાત્મક ઉર્જા મળે છે.
![]() |
| Prathana pothi in Gujarati |
ભારતમાં પ્રાર્થનાનું મહત્વ.
ભારત જેવા દેશમાં ધાર્મિક બાબતોનું ખૂબજ મહત્વ રહેલું છે અને તે માટે ભારતના લોકોમાં પણ પ્રાર્થનાનું ઘણુંજ મહત્વ રહેલું છે. ભારતમાં પ્રાચીન સમયથી જ ઘણી બધી ધાર્મિક વિધિઓ પ્રચલિત છે જેમકે ગણેશ ચતુર્થી, નવરાત્રી, દુર્ગા પુજા, વગેરે જેવા ઉત્સવોની ઉજવણીની શરૂઆત પ્રાર્થના દ્વારા જ કરવામાં આવે છે તો કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ રહેલી છે તેથી જયારે કોઈ નવા કાર્યની શરૂઆત કરવામાં આવે ત્યારે પ્રાર્થના અર્ચના કરીને કરવામાં આવે છે. ત્યારે ભારત જેવા દેશમાં પ્રાર્થનાનું ખૂબજ મહત્વ વધી જાય છે.
સ્કુલમાં પ્રાર્થનાનું મહત્વ
મિત્રો આપ જાણો છો તેમ સ્કૂલનાં દિવસની શરૂઆત પ્રાર્થના બોલીને થતી હોય છે. સ્કૂલમાં પ્રાર્થનાનું અનેરૂં મહત્વ રહેલું છે.સ્કુલમાં સરસ્વતી માં ની પૂજા કરવામાં આવે છે સરસ્વતી માં વિદ્યાની દેવી છે તેથી દરેક વિર્ધાથીએ સરસ્વતી માં ની પ્રાર્થના કરવી જોઈએ.દરેક બાળકની પ્રાથમિક જવાબદારી સારા અભ્યાસની છે.સાથો સાથ સારા સંસ્કારો કેળવાય તે પણ ખૂબ જ જરૂરી છે તેથી, દરેક માતા-પિતાએ અથવા શિક્ષકે તેઓના બાળકોને ભણતા પહેલા પ્રાર્થના બોલાવી ને શીખવે છે કે, આનાથી તેમને પોતાની જવાબદારી પૂર્ણ કરવા માટે પુરતી શક્તિઓ મળી રહેશે.ખાસ પ્રાર્થના કરવાથી આપણી યાદશક્તિ વધે છે અને ભણવાનું સહેલાઇથી યાદ રહી જાય છે.પ્રાર્થના કરવાથી અભ્યાસમાં આપણું ધ્યાન કેન્દ્રિત થાય છે.તેથી જ વિર્ધાથીઓના જીવનને સંસ્કારી અને કલ્યાણકારી બનાવે છે આ બધું પ્રાર્થના દ્વારા જ શક્ય બની શકે છે.
પ્રાર્થના વ્યક્તિના વિચારો અને ઈચ્છાઓને સકારાત્મક બનાવીને હતાશા અને નકારાત્મક લાગણીઓનો નાશ કરે છે. પ્રાર્થના સતત આપણા મગજના શુદ્ધ વિચારોને પકડી રાખવામાં અને આપણી માનસિક વિકૃતિઓને દુર કરવામાં મદદ કરે છે. વાસ્તવમાં, પ્રાર્થના આપણને નમ્ર અને અમૂલ્ય બનાવે છે.
મિત્રો હવે તમે પ્રાર્થનાનું કેટલું મહત્વ છે તે તમે સમજી ગયા હશો. પ્રાર્થના દરેક વ્યક્તિએ કરવી જોઈએ. પ્રાર્થના માટે અમે ધૂન, ભજનનો સંગ્રહ લઈને આવ્યા છે.અહિં તમને નવી જુની દરેક પ્રકારની ધૂન, ભજન મળશે.મિત્રો મને વિશ્વાસ છે કે તમે આટલી બધી સરસ મજાની school prathana in Gujarat pdf બીજે ક્યાંય જોવા નહિ મળશે.
![]() |
| School prayer |
prathana in Gujarati
સરસ્વતી વંદના
યા કુન્દેન્દુ તુષાર-હાર ધવલા, યા શુભ્ર, વસ્ત્રામ્વૃતા।
યા વીણા-વર-દંડ-મંડિત કરા,યા શ્વેત પદ્માસના॥
યા બ્રહ્માચ્યુત શંકર પ્રભુભિત,દેવૈ:સદા વંદિતા।
સા માસ્ પાતુ સરસ્વતી ભગવતી, નિ:શેષ જાડ્યાપહા॥
ॐ તત સત શ્રી
મંદિર તારું વિશ્વ રૂપાળું
મનુષ્ય તુ બડા મહાન હૈ
મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત
મનુષ્ય તુ બડા મહાન હૈ
તુ જો ચાહે નદિયો કે મુખ કો ભી મોડ દે
તુ જો ચાહે માટી સે અમૃત નિચોડ દે
તુ જો ચાહે ધરતી કો અંબર સે જોડ દે
અમર તેરે પ્રાણ ( ર ) મિલા તુજકો વરદાન
તેરી આત્મા મે સ્વયં ભગવાન હૈ રે,
મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત...
મનુષ્ય તુ બડા મહાન હૈ
તેરી છાતી મેં છુપા મહાકાલ હૈ,
પૃથ્વી કે લાલ તેરા હિમગિરી સા ભાલ
તેરી ભુકટ્ટિ મે તાંડવ કા તાલ હૈ,
નિજ કો તુ (2) જાન જરા શકિત પહચાન
તેરી વાણીમેં યુગ કા આહવાન હૈ રે
મનુષ્ય તુ બડા મહાન હૈ ભુલ મત....
તુ જો ચાહે તો કાલ કો ભી થામ લે
પાપોં કા પ્રલય રૂકે પશુતા કા શિષ ઝુકે
તુ જો અગર હિંમત સે કામ લે,
ગુરુ સા મતિમાન (2) પવન સા તુ ગતિમાન
તેરી નભ સે ભી ઉંચી ઉડાના હૈ રે
મનુષ્ય તુ બડા મહાન હૈ(3)
ઇતની શક્તિ હમે દેના દાતા
તેરી પનાહ મેં હમે રખના
નૈયા ઝુકાવી મે તો જો જે ડુબી જાય ના
મૈત્રીભાવનું પવિત્ર ઝરણું
તુમ્હી હો માતા પિતા તુમ્હી હો
રઘુપતિ રાઘવ રાજારામ
![]() |
| school students in prayer |







Comments
Post a Comment